
કંકાવટી વેવિશાળ પરિચય કેન્દ્રKankavati Vevishal Parichay Kendra
શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત સંચાલિત
બાયો-ડેટા નોંધણી, હવે ઘરે બેઠાં
પરિવાર માટે
યુવક કે યુવતીનો બાયો-ડેટા અહીં ઓનલાઇન ભરો. લોગિન કે એપની જરૂર નથી.
- આશરે 10 થી 15 મિનિટ
- પાસપોર્ટ ફોટો જરૂરી
- ગુજરાતી કે અંગ્રેજીમાં
ફક્ત ૪ પગલાં
ફોર્મ ખોલો
‘બાયો-ડેટા ફોર્મ ભરો’ બટન દબાવો.
વિગત ભરો
વિગત લખો અને ફોટો ઉમેરો.
તપાસીને મોકલો
‘આગળ: વિગત તપાસો’ દબાવી બધી વિગત જોઈ લો, પછી ‘ફોર્મ મોકલો’ દબાવો.
અરજી નંબર મેળવો
મોકલતાં જ અરજી નંબર મળે છે. તેને સાચવી રાખો.
ઓફિસ દરેક ફોર્મ વાંચે છે, અને મંજૂર થયા પછી જ નોંધણી થાય છે.
શરૂ કરતાં પહેલાં
- પાસપોર્ટ સાઇઝ ફોટો ફોનમાં તૈયાર રાખો.
- આખું ફોર્મ ભરતાં આશરે 10 થી 15 મિનિટ લાગે છે.
- વચ્ચે અટકો તો લખેલી વિગત એ જ ફોન કે કમ્પ્યુટરમાં 12 કલાક સચવાય છે.

આપની વિગતનું શું થાય છે
ઓનલાઇન ફક્ત સ્ટાફ જુએ
ફોર્મ અને ફોટા સ્ટાફ લોગિન કરીને જ જોઈ શકે છે.
વેબસાઇટ પર જાહેર કંઈ નહીં
કોઈ ફોટો કે બાયો-ડેટા જાહેરમાં મુકાતો નથી.
વેચાણ કે જાહેરાત માટે નહીં
વિગત ફક્ત યોગ્ય પાત્ર શોધવા માટે વપરાય છે. કેન્દ્ર યોગ્ય લાગે તેવા પરિવારને બાયો-ડેટા બતાવી શકે છે.
કાગળ પર ભરવું છે?
ફોર્મ ડાઉનલોડ કરો કે છાપો, હાથથી ભરીને ઓફિસમાં આપો.
પ્રશ્નો અને જવાબ
લોગિન કે એપ જોઈએ?
ના. ફોર્મ સીધું ફોનમાં ખૂલે છે. લોગિન ફક્ત કેન્દ્રના સ્ટાફ માટે છે.
વચ્ચે અટકી જઈએ તો?
લખેલી વિગત એ જ ફોનમાં 12 કલાક સચવાય છે. પાછા આવીને આગળ ભરી શકાય.
ભૂલ થઈ જાય તો?
મોકલતાં પહેલાં દરેક વિભાગમાં ‘સુધારો’ દબાવીને સુધારી શકાય. મોકલ્યા પછી અરજી નંબર સાથે ઓફિસનો સંપર્ક કરો.
અરજી નંબર અને નોંધણી નંબરમાં શો ફેર?
ફોર્મ મોકલતાં જ અરજી નંબર મળે છે. ઓફિસ બાયો-ડેટા મંજૂર કરે ત્યારે નોંધણી નંબર મળે છે.
પછીથી બાયો-ડેટા કાઢી નાખવો હોય તો?
ઓફિસનો સંપર્ક કરો. બાયો-ડેટા ફોટા સાથે કાયમ માટે કાઢી નખાય છે.
તૈયાર હો તો ફોર્મ ખોલો
લોગિન કે એપ વગર, આશરે 10 થી 15 મિનિટમાં.
